શ્રી શાંતાબેન સોમચંદ શાહ સમસ્ત ખડાયતા છાત્રાલય

"અહેવાલ"

       "શ્રી શાંતાબેન સોમચંદ શાહ સમસ્ત ખડાયતા છાત્રાલય", વલ્લભ વિદ્યાનગર સ્થાપના સને ૧૯૬૭માં ખડાયતા સમાજ આણંદના હોદેદારોએ જ્ઞાતિના વિદ્યાર્થીઓને રહેવા જમવા માટેની ઉત્તમ સગવડ મળી રહે એવી રજૂઆત સ્વ. પી .જી. શાહ , સ્વ. બાબુભાઈ એમ. ગાંધી અને સ્વ. એન. વી. દેસાઈ સમક્ષ આ વાતનો વિચાર મૂક્યો, ત્યારથી આ સંસ્થાની સ્થાપના વિષેના બીજ રોપાયા, આણંદ ખડાયતા સમાજના કારોબારી સભ્યો તેમજ શિક્ષણના વ્યવસાયમાં રોકાએલા ઉચ્ચસ્તરના અધ્યાપકોને એક વાતનો ખ્યાલ હતો કે કોલેજ દરમ્યાન યુવાન વિદ્યાર્થીને યોગ્ય દોરવણી, અનુકૂળ વાતાવરણ અને અભ્યાસની સગવડ મળી રહે તો યુવાનને અવળે માર્ગ વળતો રોકી શકાય તે લઇને આ સંસ્થા સ્થાપના થઈ.

       શરુઆતમાં વિદ્યાર્થીઓને સંસ્થાને ધ્યાનમાં લઇને ૧૯૬૭ના જુન માસમાં વિધાધામ વલ્લભ વિદ્યાનગરના કરમસદ રોડ ઉપર આવેલ "રામ નિવાસ" મકાનમાં ખોટ ખાઈને ખડાયતા છાત્રાલયની શરુઆત કરી અને ૬ માસ પછી રસોડું ચાલુ કર્યુઁ.

જોગાનુજોગ ૧૯૬૭માં ઓક્ટોબરમાં "શ્રી ખડાયતા કેળવણી મંડળનો" સુવર્ણ જયંતીનો પ્રસંગ આવ્યો. તે સમાંરભમાં આ સંસ્થાની સ્થાપના અને જરૂરીયાત અંગે સ્વ. ડાહ્યાભાઈએ પોતાના માતૃશ્રી "શાંતાબેન" નું નામ જોડવાની શરતે રૂ| . ૩૧,૧૧૧-૦૦ ના' દાનની જાહેરાત કરી, આ જાહેરાતનો સ્વીકાર સ્વ. પી. જી. શાહ, સ્વ. બાબુભાઈ ગાંધી એ કર્યા અને સંસ્થાનો પાયો મજબુત બનાવ્યો.

       જાન્યુઆરી ૧૯૬૮માં સો સભ્યોની પ્રથમ જાહેર સભા નળી. આ સભામાં અમદાવાદ, નડીયાદ, ઉમરેઠ, સારસા અને વડૉદરા વિગેરેથી નોધાયેલા સભ્યોની હાજરી આવી અતિ ઉત્સાહનુ વાતાવરણ ઉભુ થયું. સાથે અમદાવાદના જ્ઞાતિબંધુ અને ડેપ્યુટી ચેરીટી કમિશનર શ્રી નટવરલાલ મહીજીભાઈ શાહની દોરવણી નીચે તૈયાર થયેલ બંધારણ મંજુર કર્યું, અને અપૂર્વ ઉત્સાહમાં સુગંધ ત્યારે ભળી કે જ્યારે મુખ્ય દાતાઓના પાંચ ભાઈઓ, તથા સ્વ. ભીખુભાઈ કુળચંદ શાહ, સ્વ. પી. જી. શાહ પ્રમુખ પદનો ભાર ૪૦ વર્ષ સુધી વહી રહ્યો હતો. બીજા વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લ્યીને "ઈશ્વર નિવાસ" મકાન ભાડે લીધું. એકંદરે ૭૦ વિદ્યાર્થીઓની રહેવા-જમવાની સગવડ, રમત-ગમત, પુસ્તકાલય વિગેરે વ્યવસ્થામાં કરી હતી.

       વલ્લભ વિદ્યાનગરની વિવિધ મહાવિદ્યાલયોની નજીક અને એન્જિનિયરીંગ કોલેજની પાસે, જુન્નારકાર હોસ્ટેલ સામેના શાંતા વિસ્તારમાં ૨૦૦૦ ચોરસ વાર જમીન રૂા. ૩૮૦૦૧, માં મેળવી શક્યા. મકાન તૈયાર થતાં તા. ૨૦-૧-૭૦ના રોજ શ્રી મધુભાઈ ચંદુલાલ પરીખ,(મુંબઈ) ના શુભ હસ્તે ભૂમી પુજન તથા ખત મુહૂર્ત થયુઁ. જુન ૧૯૭૨ના મકાનનું ઉદ્ઘાટન તા. ૭-૬-૧૯૭૨ના રોજ સ્વ. મણીલાલ શાહ (ડેરીવાળા) ના હસ્તે અને મુંબઈના રસિકલાલ ચંદુલાલ પરીખના પ્રમુખપદે થયું. શરુઆત ગ્રાઉન્ડ ફ્લોરમાં ૧૨ રૂમો, ગૃહપતિ નિવાસ, ઓફીસ, વિશાળ અને ભોજનખંડ, રસોડું, સ્ટોર રૂમ, સેનેટરી વિભાગ, વિગેરે સગવડ અને એકંદર ક્ષમતા સાથે છાત્રાલય શરૂ થઈ. ૧૯૮૧માં બીજા માળનું બાંધકામ પૂર્ણ કરી, બે માળના મકાનનાં એકંદરે ૨૭ રૂમો બનાવી છે.

       આ સંસ્થાને સતત ચાલીસ વર્ષ સુધી સ્વ. પી. જી. શાહ જેવા સમયે પ્રમુખ મળ્યા. સ્વ. ધીરુભાઈ કાંટાવાળા, સ્વ. બાબુભાઈ ગાંધી, સ્વ. એન. જી. શાહ, સ્વ. એન. વી. દેસાઈ, ડૉ. રસિકલાલ એસ. શાહ જેવા ઉત્સાહી અને કુશળ વહીવટકર્તા ઉપપ્રમુખ મળ્યા. સ્વ. ડૉ. સી. બી શાહ અને ડૉ. મહેન્દ્રભાઈ કે. શાહ જેવા વિદ્વાન અધ્યક્ષ મળ્યા. આજે દિન સુધી સંસ્થા હોદેદારો, કારોબારી સભ્યો તથા ગૃહપતિ સુભાષભાઈ શાહ આ સૌનો સહકાર મળ્યો. એ ખરેખર એક સદભાગ્ય ગણાય. કાર્યશીલ અને નિષ્ઠાવાન હોદ્દેદારો હોય, તથા ખડાયતા જ્ઞાતિના કોઇપણ સંસ્થા આર્થિક સહાય વિના પ્રગતિ ન કરી શકી હોય એવું બનેજ નહી, સમય અને સંજોગોને અનુલક્ષીને જુનુ મકાન થતાં સંસ્થાની કારોબારીએ સમય પરિવર્તન અને વિદ્યાર્થીઓની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને સંસ્થાની છાત્રાલયને નવીનીકરણ કરવાનું નક્કી કર્યુઁ. અને વિદ્યાર્થીઓ માટે હાલમાં દરેક રૂમોમાં કોમ્પ્યુટર સગવડનાળું ફર્નીચર, વેટ્રીફાઈડ ટાઈલ્સ, સ્લીપવેલ મેટ્રેસીસ, સ્લીપવેલ પીલો, રૂમમાં બે પંખા, ખુરશી, ચાર એટેચ ટોઈલેટ બાથરૂમ સોલર વોટર હીટર, રસોડામાં નવીન ફર્નીચર, પાણીનુ કુલર, નવીનકરણ બાગ, વાઈફાઈની વ્યવસ્થા, તેમજ ચોવીસ કલાકની પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ સંસ્થાના રીનોવેશન કરવામાં સંસ્થાના અધ્યક્ષ ડૉ. .મહેન્દ્રભાઈ કે. શાહ, હોદ્દેદારો, કારોબારી સભ્યો અરવીંદભાઈ આર. શાહ (આર.એસ.બિલ્ડર), પ્રણવભાઈ શેઠ (આર્કીટેક્), નેમેષભાઈ સુતરીઆ વિગેરે એ રીનોવેશનમાં તેઓએ પોતાનો કિંમતી સમય ફાળવીને સંસ્થાના રીનોવેશનમાં તેઓએ નિ:સ્વાર્થભાવે પોતાની સેવા તથા માર્ગદર્શન આપીને સંસ્થાને મદદરૂપ થવા બદલ આભાર માને છે.

       સને જુન ૧૯૭૨ના વર્ષથી આજદિન સુધી ગૃહપતિ પદનો કાર્યભાર પ્રમાણિકપણે અને નિષ્ઠાપૂર્વક વહન કરી સંસ્થાનું ઉચું ધોરણ જાળવી રાખવામાં પ્રયત્નશીલ રહેનાર જ્ઞાતિબંધુ શ્રી સુભાષભાઈ બી. શાહની સેવાઓને બિરદાવીએ છીએ.

દરેક વર્ષે વાર્ષિક છાત્રાલય દિનની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને રોજબરોજના ગટનાક્રમની પરીસ્થિતિ રહે તે હેતુથી છાત્રાલયમાં દેનિક પત્રો મંગાવવામાં આવે છે. વિવિધ પ્રકારની રમતો ખેલદીલી પૂર્વક રમાય છે. સંસ્થામાં કેરમ, ચેસ, ટેબલ ટેનીસ, તેમજ ક્રિકેટની રમતોની સગવડો આપવામાં આવે છે.

       સંસ્થાના વિદ્યાર્થીઓને સાથે પોંષ્ટિકતાં જડવાય તે માટે દરરોજ સવારે વિદ્યાર્થીઓને ૨૦૦ ગ્રામ ગરમ દુધ આપવામાં આવે છે.

છાત્રાલયની ભોજનની વ્યવસ્થા સંપુર્ણ સંતોષકારક રહે અને વ્યાજબી દરે પોંષ્ટિક તથા સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે ભોજનાલયની વ્યવસ્થા છે. સવારે ટીફીન વ્યવસ્થા શરૂ કરી છે.

માનદ મંત્રીશ્રીઓ

શ્રી મનહરભાઈ સી. શહેરાવાળા

શ્રી સુધીરચંદ્ર ઓ. શાહ

શ્રી મયુરભાઈ કે. ચોકસી

શ્રી જગદીશચંદ્ર એ. શાહ