મંડળ ની યોજનાઓ


૧. ફક્ત વેદકિય રાહત માટે View ફોર્મ || ડાઉનલોડ

૨. ફક્ત આર્થિક રાહત માટે View ફોર્મ || ડાઉનલોડ

અગત્યના નિયમો

૧. આર્થિક સહાય અને વેદકિય સહાયની અરજીઓ અંગે એક કુટુંબની અને અરજી એક વર્ષમાં એકજ વખત સ્વીકારવામાં આવે છે.
૨. પ્રતિનિધિ એ અરજીમાં સહી કરતી વખતે પૂરેપૂરુ ફોમ ભરેલું છે કે નહીં ? તે ચકાસવું.
૩. પ્રતિનિધિ એ ફોમમાં સહી કરતી વખતે અરજદારને સુચના આપવી કે અરજી મંજુર થયા પછી જે વાઉચર અરજદારને મળે છે. તેમાં સહી અરજીફોમ જેવી જ કરવી
૪. અરજદાર નોકરી કરતા હોય તો તેમનું સર્ટીફીકેટ મેળવવું તેમજ ધંધો કરતા હોય તો ધંધાની વિગત પ્રતિનિધિએ જણાવવી.
૫. ગામે ગામ પ્રતિનિધિ નિમેલ હોય છે જેથી જે ગામની અરજી હોય તે ગામના પ્રતિનિધિની સહી કરાવવી આવશ્યક છે.
૬. અમદાવાદ માં રહેતા અરજદારોએ તેમના એકડાના પ્રતિષ્થીત અને જનતા ચેરીટેબલ સોસાયટીના સભ્ય હોય તેમની સહી કરાવવી.
૭. અરજીફોર્મની ઝેરોક્ષ નકલનો ઉપયોગ કરવો નહી.
૮. સ્ત્રી અરજદારે તેમના પતિ અને પતિના પિતાનું નામ અવશ્ય લખવું.
૯. અરજદારે પૂરેપૂરુ સરનામું લખવું.
૧૦. સોસાયટીમાંથી આપવામાં આવતી આર્થિક સહાય માટે અરજદારની ઉંમર ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમર હોય તેમને જ આર્થિક સહાય આપવામાં આવશે.
૧૧. વિધવા, ત્યકતા, અપંગ અને માનસિક બિમારી હોય તેવી વ્યક્તિઓ ઉંમરની મર્યાદા માટે અપવાદરૂપ રહેશે.
૧૨. આર્થિક સહાય માટે અરજી કરનાર કુટુંબની વાર્ષિક આવક રૂા. ૪૦,૦૦૦/- થી ઓછી હશે અને વેદકિય સહાયમાટે અરજી કરનાર કુટુંબની વાર્ષિક આવક રૂા. ૫૦,૦૦૦/- થી ઓછી હશે તેમની જ અરજીઓ સ્વીકારવામાં આવશે.
૧૩. કિડની, કેન્સર તથા હદયરોગના અંગોના ઓપરેશન માટે આવક મર્યાદા રૂા. ૧,૦૦,૦૦૦/- (એક લાખ) થી ઓછી હશે તેમની અરજી સ્વીકારવામાં આવશે.
૧૪. મેડીકલ ખર્ચના છ માસ અગાઉના બીલો ધ્યાનમાં લેવાતા નથી.