શ્રી અમૃતલાલ શીવલાલ શાહ

       ખુબ જ નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા, મૃદુભાસી અને મક્કમ મનોબળ ધરાવતા શ્રી અમૃતભાઈ નો જન્મ તા. ૫/૧૧/૧૯૩૦ ના રોજ મોડાસા તાલુકાના નાનકડા ગામમાં શીણાવાડ મુકામે થયો હતો. પ્રતિકુળ સંજોગોને લઈને મોડાસા અને નાશીકમાં મેટ્રીક સુધી અભ્યાસ કરી ધંધાકીય ક્ષેત્રે આગળ વધવાનો નિર્ધાર કર્યો.

       ૧૯૪૭ માં ૧૭ વર્ષ ની ઉમરે પૂજન કાકાશ્રી ચુનીલાલ મુલચંદદાસ શાહના સહકારથી મુંબઈ ને કર્મભૂમી બનાવી, પ્રવિણ સ્ટોર્સ ના નામે સ્ટીલની દુકાનમાં ભાગીદારીથી જોડાયા. ધંધાકીય સાહસિક વૃત્તિ અને કઈક નવુ કરવાની ધગશ ના લીધે ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ કરતા ગયા. સ્ટીલ ઉદ્યોગમાં હોલસેલની દુકાન જયકો મેટલ ના નામે શરૂ કરી. ૧૯૭૨ માં ઘડિયાળના પટ્ટા ના ઉધોગમાં મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યું. ૧૯૯૫ માં ઈમીટેશન જવેલરી ઉધોગમાં ઝંપલાવ્યું અને ૨૦૦૫ માં ડેવલપર તરીકે અમદાવાદ તથા મુંબઈ ખાતે કન્સ્ટ્રકશનનો ધંધો શરૂ કર્યો. આ બધા ધંધા ઉપરાંત શેરબજારનુ કામ એમનો સોથી પ્રિય શોખ હતો. તેમાં સતત કાર્યરત રહેતા.

       સામાજીક ક્ષેત્રે પણ તેમનું યોગદાન ઉલ્લેખનીય હતુ. મુંબઈ દશા ખડાયતા સમાજને તેમણે બે ટ્રસ્ટો પ્રદાન કરેલ છે.

       (૧) શ્રી અમૃતલાલ શીવલાલ શાહ મેડિક્લેમ ટ્રસ્ટ, જેમાં ૧૨૫ પરિવાર ને લાભ મળે છે.

       (૨) શ્રી મણીલાલ શીવલાલ શાહ સંસ્કૃતિક ટ્રસ્ટ, જે બાળકોને ઇનામી પ્રોત્સાહન આપે છે.

       સામાજીક ક્ષેત્રે અને ધંધાકીય ક્ષેત્રે તેઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહ્યા. તેઓ હમેશા સમાજ અને સગા સબંધી માટે કાઈપણ કરવા તેયાર રહેતા. મુંબઈના તેમના મિત્રવર્ગ તેમને ATM ના હુલામણા ના નામે સંબોધન કરતા. તેમને વિકાસ યાત્રામાં તેમના પૂ. મોટાભાઈ શ્રી મોહનભાઈ, શ્રી ચીમનભાઈ તથા શ્રી મણીલાલ ભાઈઓનો સહયોગ અવિસ્મરણીય હતો. તેમને ધંધાકીય ક્ષેત્રે તેમનો નાનો પુત્રો ચિ. જીતેન્દ્રભાઈ જેઓ અમેરીકામાં સ્થાઈ થયેલ છે, જે City Grope માં ડાયરેક્ટર નુ સ્થાન ધરાવે છે.

       તેમના ધર્મપત્ની શ્રીમતી કેલાસબેન તેમની સંસારિક જવાબદારી ને પૂરેપૂરી ન્યાય આપી ધાર્મિક અને સામાજીક ક્ષેત્રે તેમને સહકાર આપતા. તેમનો સહયોગ સતત મળતો રહેતો હતો તેથી તેઓ વિકાસના પથ પર આગળ વધતા જ રહ્યા.

       આવુ વ્યક્તિત્વ ધરાવતા શ્રી અમૃતભાઈ તા. ૧૭/૬/૨૦૧૪ ના રોજ આપણી વચ્ચેથી વિદાય લીધી. પણ સતત ૬૪ વર્ષ સુધી કુટુંબ અને સમાજ માટે પ્રેરણારૂપ બનતા રહ્યા હતા. અને તેમણે તેમના કુટુંબને આપેલા સંસ્કારનો વરસો જીવંત રાખતા ગયા છે. તેથી સમગ્ર કુટુંબના પુત્રો, પુત્રી, પોંત્રો સમાજ માટે કાંઇક કરવાની ભાવના રાખે છે તેથી આજે મોડાસા એકડા ખડાયતાછાત્રાલય ભુવનને દાન આપી ઉતમ સેવનું કાર્ય કર્યું છે. શ્રી અમૃતભાઈ ગોંલોકવાસ પછી પણ પુત્રો પર આશીર્વાદ વરસાવી રહ્યા હશે.