જ્ઞાતિજનો આનો વધુમાં વધુ લાભ લઇ શકે તે માટે ડેકોરેટર્સ સાથે બેસીને જ્ઞાતિજનોને ડેકોરેશનની સઘળી આઈટમમાં ડેકોરેટર્સ તરફથી ૪૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તથા સંસ્થાને ૫૦% રાહત આપવામાં આવે છે
૧ લાખથી ઓછી આવક ધરાવતા કુટુંબો માટે
તા.ક. : કારજ પાણી માટે ૧ લાખની અંદરની આવકવાળા કુટુંબને ૨૫૦/- રૂા. ભાડામાં નીચેનો હોલ આપવામાં આવશે.
આવું બુકીંગ સાત દિવસ જ અગાઉ કરવામાં આવશે. સ્લેક સિઝનમાં ધાર્મિક કાર્યક્રમ માટે જ્ઞાતિજનોને ૫૦% રાહત ભાડામાં આપવામાં આવશે.
જ્ઞાતિજનો માટે સદાઈથી લગ્ન યોજના ચાલે છે. જેમાં સંસ્થા રૂા. ૧૦,૦૦૦/- લઇને લગ્ન કરી આપે છે, જેમાં ચાલુ સાલે ૧૧ લગ્ન થયેલ છે.
સદાઈથી લગ્ન યોજનામાં તથા બેસણામાં બરસાણા ડેકોરેટર્સ તરફથી ડેકોરેશનનો કોઇપણ ચાર્જ લેવામાં આવતો નથી.
સદાઈથી લગ્નમાં ૨૫૦ ખુરશી, ચોરી, મંડપ, રસોઈના વાસણો ફ્રી આપવામાં આવે છે તથા બેસણામાં પાથરણા તથા ખુરશીનો કોઈ ખર્ચ નહી લેતા, ફ્રી આપેલ છે.