સામાજિક સુરક્ષા કોવડીયા ટ્રસ્ટ, મોડાસા.






  • || શ્રી ગોકુલેશો જયતી ||

    Slide 1





  • •હું એકલો તો આ દુનિયા ને બદલી શકતો નથી•
    પણ હા,નદી કિનારે બેસી,તેમાં પથ્થર ફેંકી ને
    તેમાં પાણીની લહેર ઘણી લાવી શકું એમ છું,

    Slide 2





  • "પરમ કૃપાળુ પરમાત્મા સૌને નિરોગી રાખે અને દીર્ધાયુ બક્ષે તેમજ સુખી સંપન્ન બનાવે તેવી હદયપૂર્વકની પ્રાથના........"

    Slide 3

અરજી ફોર્મ

સ્નેહી આદરણીય જ્ઞાતિ ભાઈ / બહેન,

આ સંસ્થા સંગઠનની ભાવનાથી એકબીજાની મદદરૂપ થવાના આશયથી કામ કરે છે. તે આનંદની વાત છે. વર્ષ આખરે રૂા. બે કરોડ કરતા વધુ ભંડોળ ભેગુ કરવાની નેમ છે. આપના તરફથી પુરતો સહયોગ મળશે તેવી આશા રાખીએ છીએ. ચાલુ વર્ષ આજ સુધીમાં રૂા નવ લાખ છાસઠ હજાર આઠસો પાંચ જેટલી રકમ મેડીકલેઈમ મંજુર કરવા વિવિધ દર્દી માટે રકમ નક્કી કરવામાં આવેલી છે.

આપણે સોં સાથે મળીને રક્ષણ કરીએ "સહનાવવતુ" ને વહેવારીક જીવનમાં દર્શાવવાનો આ સનિષ્ઠ નમ્ર પ્રયાસ છે આ સંસ્થા સાથે આપ જો ન જોડાયા હોવ તો જોડાઈ જવા અપીલ કરીએ છીએ અને દાતાઓ પાસે અમો આવીએ ત્યારે પુરતો સહકાર મળશે જ તેવી આશા રાખીએ છીએ. સંસ્થાના નિતિ-નિયમો વારંવાર મોકલવામાં આવે છે તેનો ચુસ્ત પણે અમલ કરવામાં આવે છે. આ વેબસાઈટ માં મેડીકલેઈમ માટેનું ફોર્મ આપેલા છે, તેમાંજ અરજી કરી મોકલાવાનો આગ્રહ રાખશો.

મેડીકલેઈમ માટેનું ફોર્મ

View ફોર્મ || ડાઉનલોડ ફોર્મ


સભાસદ માટેનું અરજી ફોર્મ

View ફોર્મ || ડાઉનલોડ ફોર્મ


સમિતિ સભ્યો

પ્રમુખશ્રી


શાહ સુભાષચંદ્ર મથુરદાસ

બી/૧૦, વેશ્વનર સોસાયટી
સાંઈબાબા મંદિર સામે, માલપુર રોડ, મોડાસા-૩૮૩૩૧૫
ફોન: (ધર) ૨૪૧૧૪૬ (ઓ) ૨૪૭૦૮૦
(મો) ૯૪૨૬૨૭૧૪૩૫

મહામંત્રીશ્રી


શાહ કિરીટકુમાર કાંતિલાલ

"સ્મિતા" ૩૦/પંચજ્યોત સોસાયટી,
મોડાસા-૩૮૩૩૧૫
ફોન: (ધર) ૨૪૦૬૧૩ (ઓ) ૨૪૨૬૨૬
(મો) ૯૯૨૪૦૦૭૦૯૧

તત્કાલીન પૂર્વ પ્રમુખશ્રી



શ્રી નવનીતલાલ સાંકળચંદ ભલાવત

ફોન: (ધર) ૨૩૧૪૫૩૪
(મો) ૯૪૨૮૭૬૧૫૧૭

ટ્રસ્ટીશ્રીઓ


શ્રી સુરેશચંદ્ર ચીમનલાલ શાહ-મુંબઈ

ફોન: (ધર) ૦૨૨-૨૮૦૭૨૦૯૬ (મો) ૦૯૮૨૧૧૬૯૪૯૩

શ્રી મનહરભાઈ કસ્તુરદાસ ભલાવત-મુંબઈ

ફોન: (ધર) ૨૪૫૮૧૩ (ઓ) ૨૪૫૯૧૩

શ્રી મુકેશભાઈ નટવરલાલ શાહ-મુંબઈ

ફોન: (ધર) ૨૮૯૧૭૩૫૪ (મો) ૦૯૮૨૦૦૫૯૫૨૧

શ્રી ચંદ્રકાન્ત સાંકળચંદ ભલાવત-અમદાવાદ

ફોન: (ધર) ૨૬૯૨૨૮૪૦ (મો) ૯૩૭૪૮૩૪૨૨૫

શ્રી મધુસુદનભાઈ મોહનલાલ મહેતા-સુરત

ફોન: (ધર) ૨૬૧૨૯૧૧૯૪૩ (મો) ૯૦૬૭૭૨૬૪૯૨

ઉપપ્રમુખશ્રીઓ


શ્રી દિનેશભાઈ જયંતિલાલ મેહતા-મોડાસા

ફોન: (ધર) ૨૪૬૦૦૪ (મો) ૯૮૨૫૨૮૨૩૨૦

શ્રી હસમુખલાલ વાડીલાલ શાહ-મુંબઈ

ફોન: (ધર) ૨૮૦૬૦૦૧૬ (મો) ૦૯૮૨૦૮૨૭૩૮૩

શ્રી નરેશભાઈ વલ્લવદાસ શાહ-અમદાવાદ

ફોન: (ધર) ૨૬૬૧૧૭૪૬ (મો) ૯૮૯૮૨૨૫૩૩૪

શ્રી પિનાકીન મોહનલાલ મહેતા-વડોદરા

ફોન: (ધર) ૨૫૧૦૭૮૪ (મો) ૯૮૨૪૦૧૭૩૩૮

માનદ્દમંત્રીશ્રીઓ


શ્રી કિરીટકુમાર જયંતિલાલ મહેતા

ફોન: (ધર) ૨૮૬૨૪૦૧૯
(મો) ૦૯૮૨૧૯૭૭૮૭૦

શ્રી જતીનકુમાર નવનીતભાઈ મહેતા-હિમતનગર

ફોન: (ધર) ૨૪૦૦૦૪
(મો) ૯૪૨૬૭૨૨૭૩૫

શ્રી ભરતભાઈ જયંતિલાલ શાહ-અમદાવાદ

ફોન: (ધર) ૨૭૬૮૦૭૨૩
(મો) ૯૩૭૭૧૭૭૨૫૦

શ્રી ધિરજલાલ વાડીલાલ શાહ-વડોદરા

ફોન: (ધર) ૨૫૧૩૦૮૫

રાહત માટેના નિયમો

નિયમો

(૧) આ યોજના કોવડીયા જ્ઞાતિ પુરતી મર્યાદીત છે. જેમાં દસ વર્ષ પુરા અને ૭૦ વર્ષ પુરા થાય ત્યાં સુધીની જ વય ધરાવતી વ્યક્તી આ સ્કીમમાં સભ્ય બની શકે છે નવી સ્કીમમાં હવે પછી જોડાનાર વ્યક્તિ ૭૦ વર્ષ સુધી મેમ્બર રહી શકશે એટલે તેમનું લવાજમ ૭૦ વર્ષની મર્યાદામાં લેવામાં આવશે.

(૨) આ યોજનામાં જોડાયેલ કોઇપણ સભ્યને અક્સ્માતથી મૃત્યુ થાય તો રૂા. ૫૦,૦૦૦/- નું વળતર ધી ન્યુ ઇન્ડીયા એસ્યોરન્સ કંપની મારફતે મળશે. જો સભ્યના બે હાથ, બે પગ, કે બે આંખમાંથી કોઈ બે અંગ સંપુર્ણ અપંગ બનશે તો રૂા. ૫૦,૦૦૦/- અને કોઈ એક અંગ સંપુર્ણ અપંગ બને તો રૂા. ૨૫૦૦૦/- વીમા કંપની મારફતે ડિસએબલમેન્ટ વળતર તરીકે તેના ધારા ધોરણ મુજબ આપવામાં આવશે. ઉપરોક્ત સંજોગોમાં વળતર મેળવવા સભ્યશ્રીએ જરૂરી અરજી સાથે એફ.આઈ.આર.કોપી, પી.એમ.રિપોર્ટ, ડેથ સર્ટી. / ઈન્કવેસ્ટ પંચનામું તથા જરૂરી વિગતો તાત્કાલિક ઉપરના સરનામે મોકલવાની રહેશે. આ યોજનામાં જોડાનાર સભ્યનું કોઈ સંજોગોમાં કુદરતી મૃત્યુ (નેચરલ ડેથ) થાય તો રૂા. ૫૦૦૦/- વળતર અરજી તથા ડેથ સર્ટીફીકેટ રજૂ કરવાથી આપવામાં આવશે. ૭૦ વર્ષ ઉપર વિમા કંપની કલેઈમ મંજુર કરતી નથી. એટલે વીમાનો લાભ મળતો નથી.

આ યોજના હેઠળ ત્રણ લાભ આપવામાં આવે છે..
(૧) ૫૦,૦૦૦/- સુધી એકસીડન્ટથી થયેલ મૃત્યુ અથવા ડિસએબલમેન્ટ.
(૨) કુદરતી મૃત્યુમાં રૂા. ૫૦૦૦/-
(૩) રૂા. ૩૦,૦૦૦/- મેડીકલેઈમ ખર્ચ.

વૈદકીય રહતો

(૧) આ યોજનામાં વળતર માટેની મહત્તમ મર્યાદા. રૂા. ૩૦,૦૦૦/- કરેલ છે. મોટી કે મોટા દર્દીની સારવાર જેમાં ફિજીશીયન ટ્રીટમેન્ટ/ડોક્ટરનો ચાર્જ તથા દવાના ખર્ચના ૫૦ ટકા વળતર આપવામાં આવશે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો રૂમ ખર્ચ એક દિવસના રૂા. ૧૦૦/- આપવામાં આવશે જયારે આઈસીયુ/આઈસીસીયુ માં દાખલ કરવામાં આવે તો રૂમ ખર્ચ એક દિવસના રૂા. ૩૦૦/- આપવામાં આવશે. આ બંનેની સંયુક્ત મર્યાદા રૂા. ૩૦૦૦/- સુધીની છે.

(૨) એપેન્ડીસાઈટીસ / સારણગાંઠ / હર્નિયા / ભગંદર પાઈલ્સ / નાકનો પડદો / પથરી / ટોન્સીલ / વગેરે ઓપરેશન- સારવાર ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂા. ૩૦૦૦/- વળતર આપવામાં આવશે.

(૩) આંખ માટે મોતીયાના ઓપરેશન પહેલા બે વર્ષ સુધી વળતરને પાત્ર નથી. પરંતુ બે વર્ષ બાદ મોતીયાના સદા ઓપરેશનમાં ખર્ચ ૫૦ ટકા અથવા રૂા. ૨૦૦૦/- વળતર આપવામાં આવશે લેન્સ મૂકવામાં આવેલ હશે તો રૂા ૩૦૦૦/- ચુકવવામાં આવશે. રેટીના(પડદો) ના ઓપરેશનમાં ખર્ચ ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂા ૫૦૦૦/- વળતર આપવામાં આવશે.

(૪) સુવાવડનો ખર્ચ વળતરને પાત્ર નથી. પરંતુ ગર્ભાશયની કોથળી કાઢવાના મેડીકલેઈમના નિયમ મુજબ ચાર વર્ષ સુધી વળતરને પાત્ર નથી ત્યાર બાદ ખર્ચના રૂા. ૩૫૦૦/- તેમજ સીઝીરીયન ઓપરેશનના રૂા. ૩૦૦૦/- આપવામાં આવશે.

(૫) હોમિયોપેથીક અને આયુર્વેદીક ખર્ચ ૫૦ ટકા અથવા મહત્તમ રૂા. ૧૫૦૦/- વળતર આપવામાં આવશે.

(૬) એન્જીયોગ્રાફી કરવી હશે તો ખર્ચના ૫૦ ટકા અથવા રૂા. ૨૦૦૦/- વળતર આપવામાં આવશે.

(૭) એનેસ્થેસિયા / ટીએમ.ટી / સોનોગ્રાફી / ઈકો / ઈ.સી.જી. પ્રત્યેકના ખર્ચના ૫૦ ટકા અથવા રૂા. ૭૫૦/- વળતર આપવામાં આવશે.

(૮) લેબોરેટરી / એક્સરે /સીટીસ્કેન / એમ.આર.આઈ. ના ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ મર્યાદા રૂા. ૧૦૦૦/- આપવામાં આવશે.

(૯) એન્ડોસ્કોપી / ઓર્થોસ્કોપી ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ રૂા. ૧૫૦૦/- વળતર આપવામાં આવશે.

(૧૦) કોસ્મોટીક સર્જરી તથા ઈલેકટીવ સર્જરી (રીક્ન્સક્ટીવ સર્જરી) વળતર પાત્ર ગણાશે નહી પરંતુ દાઝ્યા કે વાગ્યાના ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂા. ૫૦૦૦/- વળતરને પાત્ર ગણાશે. દાઝ્યાના કેસમાં ડોક્ટરના સર્ટીફીકેટ મુજબ ૬૦ ટકા ઉપર હોય તો લીમીટ સુધી અથવા ખર્ચના ૫૦ ટકા વળતર આપવામાં આવશે.

(૧૧) ઓક્સીઝન ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂા. ૨૦૦૦/- વળતર આપવામાં આવશે.

(૧૨) ક્રોનીક ડીસીઝ જેવા કે ડાયાબિટીસ, બી.પી., અસ્થમા, આર્થરાઈટીસ (સાંધાના દુખાવા) સિઝોફનીયા (માનસીક દર્દી), સ્કીન ડીસીઝ અથવા એવા હઠીલા દર્દી કે જેની સારવાર વર્ષો સુધી ચાલુ રહેતી હોય તેવા બધા દર્દો વળતરને પાત્ર ગણાશે નહિ.

(૧૩) કીડની ડાયાબીટીસ : એક વખતના રૂા. ૫૦૦/- અથવા વધુમાં વધુ એક વર્ષના રૂા. ૫૦૦૦/- સુધી વળતરને પાત્ર ગણાશે.

(૧૪) બ્લડ : એક બોટલના રૂા. ૧૦૦/- વધુમાં વધુ રૂા. ૧૦૦૦/- વળતર આપવામાં આવશે.

(૧૫) કેન્સર : કેમોથેરપી એક વખતના રૂા. ૫૦૦/- અથવા વધુમાં વધુ એક વર્ષના રૂા. ૪૦૦૦/- સુધી વળતરને પાત્ર ગણાશે.

(૧૬) રેડિએશન : એક વખતના રૂા. ૩૦૦/- અથવા વધુમાં વધુ એક વર્ષના રૂા. ૭૫૦૦/- વળતર આપવામાં આવશે.

(૧૭) પ્રોસ્ટેટ : મહત્તમ રૂા. ૩૫૦૦/- અથવા ખર્ચના ૫૦ ટકા વળતર આપવામાં આવશે.

(૧૮) ફુડ પોઈઝીગ : ખર્ચના ૫૦ ટકા વળતર આપવું વધુમાં વધુ રૂા. ૩,૦૦૦/- ચુકવવા.

(૧૯) વેન્ટીલેટર : ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂા. ૩,૦૦૦/- ચુકવવું.

(૨૦) દવાઓના ખર્ચના ૫૦ ટકા અને વધુમાં વધુ ૭,૫૦૦/- વળતર આપવામાં આવશે.

(૨૧) કોઇપણ સભ્ય હાર્ટ એટેક આવ્યો હોય તો ઓછામાં ઓછા ત્રણ માસ પહેલાં સભ્ય બનેલો હોવો જોયોએ. જનરલ કેસમાં ૬ માસ પહેલા સભ્ય બનેલો હોવો જોઈએ તે વળતરને પાત્ર ગણાશે.

(૨૨) રૂા. ૧૦૦૦/- સુધીના ખર્ચની રકમ આ યોજના હેઠળ વળતરને પાત્ર નથી.

(૨૩) ફેમીલી ડોક્ટરનું આખા વર્ષનું બધા દર્દોનું ભેગુ બીલ વળતરને પાત્ર નથી.

(૨૪) ડોક્ટરની કન્સલ્ટેશન ફી તથા ડોક્ટરની વિઝીટ ફી અને નર્સીગ ચાર્જ વળતરને પાત્ર નથી.

(૨૫) દાંતની સારવાર વળતરને પાત્ર નથી.

(૨૬) સાંધાના રિપ્લેસમેન્ટમાં પહેલા ચાર વર્ષ સુધી વળતરને પાત્ર નથી. (દા.ત. ઢાંકણી બદલવી / બોલ બદલાવવો)

(૨૭) ફક્ત જે સભ્ય સંસ્થાની શરૂઆતથી જોડાયેલ છે તેમને ૭૧ થી ૭૫ વર્ષ સુધી કુદરતી મૃત્યુનો લાભ રૂા. ૨૫૦૦/- જ વળતર રૂપે મળશે. મેડીકલેઈમનો લાભ ચાલુ રહેશે પરંતુ પર્સનલ એકસીડન્ટનો લાભ મળશે નહી.

(૨૮) ઉપરોક્ત દરેક દર્દોમાં ડોક્ટરનું પ્રિસ્કીપ્શન તથા કેશમેમોના બીલ અવશ્ય રજુ કરવાના રહેશે. ઝેરોક્ષ કોપી ચાલશે. બીલો જે તે વર્ષના ત્રણ માસ સુધીમાં વળતરને પાત્ર ગણશે સંસ્થાનું હિસાબી વર્ષ ૧ એપ્રિલ ૩૧ માર્ચ સુધીનું છે. મેડીકલેઈમ માટે સંસ્થાનું નિયત ફોર્મ સંપૂર્ણ ભરી બીલ સાથે અવશ્ય જોડી મોકલવાનું રહેશે. (૨૯) કોઇપણ રોગની બાયોપ્સીમાં વધુમાં વધુ રૂા. ૨,૦૦૦/- અને બાયોપ્સીના ખર્ચના ૫૦ ટકા મુજબ બે માંથી જે ઓછું હશે તે ચુકવવામાં આવશે.

(૩૦) વિમા કંપનીના નિયમ મુજબ ઓછામાં ઓછા એક દિવસ એન્ડોર પેશન્ટને દાખલ થવું જોઈશે તો જ મેડીકલેઈમને પાત્ર ગણાશે. પ્રીમીયમ / એફ.ડી.આર.ની રકમ બેંક ઓફ બરોડા સેવિંગ્સ ખાતા નં. ૦૭૨૧૦૧૦૦૦૦૫૧૫૨ માં ભરવા તેમજ સ્ટેટ બેંક સેવિંગ્સ ખાતા નંબર ૩૧૧૩૨૯૩૬૦૫૧ માં ભરી સ્લીપ મોડાસા
શ્રી કિરીટભાઈ કે. શાહ (મો. ૯૯૨૪૦૦૭૦૯૧)
૩૦,પંચજ્યોત સોસાયટી, મોડાસા ને
અથવા
શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા કોવડીયા કેળવણી મંડળ, મોડાસાની ઓફીસે
મોકલી આપવાથી પાવતી મોકલી આપવામાં આવશે.

"પરમ કૃપાળુ પરમાત્મા સૌને નિરોગી રાખે અને દીર્ધાયુ બક્ષે તેમજ સુખી સંપન્ન બનાવે તેવી હદયપૂર્વકની પ્રાથના........"

સંપર્ક